


વાંકાનેર તાલુકાના સરતાન પર રોડ પર આવેલ સિરામિક એકમમાં બે બાળકો નાહવા પડતા ડૂબી જતા તેમના મૃત્યુ નીપજ્ય હતા.
મળતી વિગત મુજબ વાંકાનેરના સરતાન પર રોડ પર આવેલ સીમ્પેક સિરામિક એકમમાં મજુરી કરતા બે પરિવારના બાળકો સાથે સચિન ભાજુભાઈ કોસ્વા (ઉ.૧૩) અને શ્યામ નાનાભાઈ બારેલા (ઉ.૧૦) સિરામિક પાછળ આવેલ વોકળામાં પાણીમાં નહાવા પડ્યા ડૂબી જતા તે બંનેના મૃત્યુ નીપજ્યા હતા.બનાવની નોંધ થતા વાંકાનેર પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

