પરિવારને ફોન પર અલવિદા કહી પ્રેમી પંખીડાએ કેનાલમાં ઝંપલાવ્યું

બંનેના કરુણ મોત,મિયાણી ગામમાં ગમગીની છવાઈ

હળવદના મિયાણી ગામે રહેતા પ્રેમી પંખીડાઓએ ટીકર ગામે નર્મદા કેનાલમાં આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ હળવદના મિયાણી ગામે રહેતા અનીલ ધીરુભાઈ કોળી (ઉ.18) અને આશાબેન બાબુભાઈ કોળી (ઉ.૧૭)એ બંને ગઈકાલે સવારે કોઈને જાણ કર્યા વગર ચાલ્યા ગયા જતા બંનેના પરિવારજનોએ બંનેની દિવસભર શોધખોળ કરવા છતા પણ કોઈ ભાળ મળી ન હતી આ દરમિયાન બંને પ્રેમી યુગલએ પોતાના ઘરે ફોન દ્વારા જાણ કરી હતી કે અમે કેનાલમાં પડીને આપધાત કરી લઈએ છીએ આમ કહીને તરત જ ફોન કટ કરીને ટીકર ગામે આવેલ નર્મદા કેનાલમાં બંનેએ છલાંગ લગાવી લીધી હતી.આ દ્રશ્ય ત્યાં આસપાસ રહેતા ગ્રામજનોને નજરે પડતા તેને પોલીસમાં જાણ કરતા જ હળવદ પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી અને પ્રેમીયુગલની લાશની શોધખોળ શરુ કરી દેવામાં આવતા આજ સવારના એટલેકે ૨૪ કલાક બાદ બંનેની લાશ મળી હતી.આ પ્રેમી પ્રંખીડાએ આપધાત કરી લેતા ગામ આખામાં શોખનું મોજું ફરી વર્યું હતું.

પ્રેમી પંખીડાએ આપધાત કર્યો
Comments
Loading...
WhatsApp chat