


મોરબી પંથકમાં બે અપમૃત્યુના બનાવમાં એક મહિલા સહીત બેના મોત થયા હતા અકસ્માતે ઈજા પામેલા બંને દર્દીએ રાજકોટ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
હળવદના શક્તિ માતાના મંદિર નજીક રહેતા અહેમદભાઈ અબ્દુલભાઈ ચૌહાણ (ઉ.વ.૫૭) વાળા મોરબીના વિજય સિનેમા નજીક બીડી પિતા શરીરે પહેરેલા કપડામાં તિખારો પડતા દાઝી જતા તેણે મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં તેનું મોત થયું છે. જયારે અન્ય બનાવમાં મોરબીના ધૂળકોટ ગામના રહેવાસી લાભુબેન બાબુભાઈ જાવિયા (ઉ.વ.૫૦) નામની મહિલા કોઈ કારણોસર ઘઉંમાં નાખવામાં ટીકડા ખાઈ જતા તેણે મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

