

મોરબીમાં આધેડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
મોરબીના શનાળા રોડ પરની સોસાયટીના રહેવાસી આધેડ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું છે
મોરબીના શનાળા રોડ પર વિશ્વકર્મા પાર્ક, નીલકંઠ મહાદેવ મંદિર પાછળ રહેતા વિનોદભાઈ નરોતમભાઈ વડગામા (ઊવ ૪૫) નામના સુથાર આધેડે પોતાના ઘરે બીજા માળે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
ફેકટરીમાં મશીનમાં હાથ આવી જતા મહિલાનું મોત
મોરબીની સિરામિક ફેકટરીમાં મજુરી કરતી મહિલાનો હાથ મશીનમાં આવી જતા તેણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલી જ્યાં તેનું મોત થયું છે.
મોરબીના રફાળેશ્વર નજીકના કેડા સિરામિકમાં કામ કરતા ભુરીબેન ધીરુભાઈ આદિવાસી નામની ૩૦ વર્ષની મહિલા ફેકટરીમાં કામ કરતી વેળાએ મશીનમાં હાથ આવી જતા તેણે મોરબી બાદ સારવાર માટે રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.