

મોરબીના ઘૂટું રોડ પરની સિરામિક ફેક્ટરીમાં કામ કરતી વેળાએ પડી જતા મજુરનું મોત નીપજ્યું છે. જુના ઘૂટું રોડ પર આવેલા મેગા વીટ્રીફાઈડ નામની સિરામિક ફેક્ટરીમાં કામ કરતા મૂળ ચડીયાળા જી. ડુંગરપુરના રહેવાસી મહેશ લક્ષ્મણ ડામોર (ઉ.વ.૨૦) નામનો શ્રમિક ફેક્ટરીની કોલગેસ લીફ્ટમાં ઓઈલ કરતી વેળાએ અકસ્માતે પડી જતા તેનું મોત નીપજ્યું હતું જયારે બીજા બનાવમાં મોરબીના લાલપર નજીકની એટલાસ ઇન્ડ. માં રહીને મજુરી કરતા રાજુ નાનુસિંગ સૂર્યવંશી (ઉ.વ.૩૭) વળાંનું અકસ્માતે મોત થતા તેના મૃતદેહને સરકાર હોસ્પીટલે પી.એમ. માટે ખસેડવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે બંને બનાવોની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.