



મોરબીના શોભેશ્વર રોડ પરના રહેતા દિલીપભાઈ પ્રજાપતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી એકટીવા નં જીજે ૩૬ ડી ૧૩૬૧ ના ચાલકે પોતાનું એકટીવા પુરઝડપે ચલાવીને ફરિયાદીના પિતા માવજીભાઈ બરાસરાને પગમાં ફેકચર જેવી ઈજા પહોંચાડી હતી જયારે બીજા બનાવમાં ફરિયાદી અરવિંદભાઈ મોહનભાઈ હડીયલ રહે. જુના રવાપર ગામ વાળાએ ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યા યુટીલીટી ચાલકે પોતાની જીપ પુરઝડપે ચલાવી ફરિયાદીને પાછળથી ભટકાડી અકસ્માત કરી આરોપી નાસી ગયો છે. પોલીસે બંને અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

