મોરબીના એલ.ઈ.કોલેજ રોડ પર સોનાના ચેનની ચીલઝડપ કરનાર બે ઝડપાયા

 

મોરબી શહેરના એલ ઈ કોલેજ રોડ પર બાઈક ચાલકને રોકી બે ઇસમો સોનાના ચેન ની ચીલઝડપ કરીને નાસી ગયા હોય જે બંને આઓર્પીને લાલપર ગામના બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી લઈને સોનાનો ચેન અને બુલેટ સહિતનો મુદામાલ રીકવર કરાયો છે

મોરબીના એલ ઈ કોલેજ રોડ પરથી પસાર થતા યુવાનના બાઈકને રોકાવી બુલેટમાં સવાર બે ઈસમો યુવાનના ગળામાંથી સોનાનો ચેન કીમત રૂ ૩૫,૦૦૦ ચીલઝડપ કરી ફરાર થયા હતા જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં ચીલઝડપના ગુનામાં સંડોવાયેલ બંને ઈસમો લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસે હાઈવે પરથી પસાર થવાના હોવાની બાતમીને પગલે પોલીસે વોચ ગોઠવી હતી અને બુલેટમાં બે શંકાસ્પદ ઈસમો પસાર થતા રોકી તલાશી લેતા સોનાનો ચેન મળી આવતા સઘન પૂછપરછ કરતા આરોપીએ ચીલઝડપ કર્યાની કબુલાત આપી હતી

જેથી મોરબી તાલુકા પોલીસે આરોપી તુફૈર હમીદ કચ્છી રહે ગ્રીન ચોક મેમણ શેરી મોરબી અને શબ્બીર રફીક કુરેશી રહે મદીના મસ્જીદ પાસે મકરાણીવાસ મોરબી વાળાને ઝડપી લઈને સોનાનો ચેન કીમત રૂ ૩૫,૦૦૦,બુલેટ કીમત રૂ ૨ લાખ મળીને કુલ ૨.૩૫ લાખનો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે

જે કામગીરીમાં મોરબી તાલુકા પીઆઈ વિરલ પટેલ, દિનેશભાઈ બાવળિયા, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઈ પટેલ, પંકજભા ગુઢડા, કેતનભાઈ અજાણા, ઇકબાલ સુમરા, ભગીરથભાઈ લોખીલ સહિતની ટીમ જોડાયેલ હતી

Comments
Loading...
WhatsApp chat