

મોરબી અને ટંકારા પંથકમાં બે અપમૃત્યુના બનાવમાં એક બાળકી સહીત બેના મોત નીપજ્યા છે જેમાં મહિલાને વીજશોક લાગતા મોત થયું છે જયારે નસીતપર ગામે બાળકીને ઝેરી જાનવર કરડતા તેનું મોત નીપજ્યું છે.
મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારના રહેવાસી સુશીલાબેન જગદીશભાઈ મકવાણા નામની પરિણીતા પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતા વીજશોક લગતા તેનું મોત નીપજ્યું છે બી ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
જયારે ટંકારાના નસીતપર ગામે રહીને ખેત મજુરી કરતા પરિવારની લક્ષ્મી સુરેશ આદિવાસી નામની આઠ માસની બાળકીને ઝેરી જીવજંતુ કરડી જતા તેને મોરબી સારવાર માટે ખસેડવામાં આવેલી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે