

મોરબી પંથકમાં આમ તો વાહનચોરીના બનાવો બનતા રહે છે જોકે તાજેતરમાં મોરબી પોલીસમાં વાહનચોરીની ફરીયાદ નોંધાઈ છે જેમાં સેઠની નવી કાર દુકાનમાં કામ કરતા કારીગર અને તેના મળતિયા ચોરી કરી ગયા હોય જે મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના સામાકાંઠે વસવાટ કરતા અને શિવ શંકર ડેરીના સંચાલક વિવેક ગુણવંતરાય રામાવત તેની બ્લેક કલરની વર્ના કાર દુકાનમાં કામ કરતા કારીગર દિનેશ રામભાઈ ડારાને આપી હોય તે અજાણ્યા ઇસમ સાથે મળીને બંને શખ્શો તેની કાર ચોરી કરી નાસી ગયા છે પોલીસે ૯.૫૯ લાખની કિમતની કાર ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે