માળીયામાં દેશી દારૂની બે ભઠ્ઠી ઝડપાઇ, આરોપીઓની શોધ શરૂ

માળીયામાં પોલીસે ચોક્કસ બાતમીને આધારે બે સ્થળો પર દરોડા પાડીને દેશી દારૂની બે ભઠ્ઠી ઝડપી પાડી છે અને દેશી પીવાના દારૂ ગાળવાની ભઠ્ઠી, તેના સાધનો સહીતનો કુલ રૂપિયા ૨૮૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ઘટના સ્થળે ભઠ્ઠીના સંચાલક ઇસમો સ્થળ પર હાજર નહિ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં પ્રથમ કિસ્સામાં માળીયા પોલીસે નવાગામથી મેઘપર ગામ તરફ જતા નદીના કાંઠે બાવળની કાંટમા દરોડા પાડ્યા હતા. જ્યાં દેશી દારૂ બનાવતા રેઈડ દરમ્યાન ગરમ આથો લીટર-૧૮૦ કિમત રૂપિયા ૩૬૦ તથા ઠંડા આથો ૮૦૦ લીટરની કિમત રૂપિયા ૧૬૦૦ તથા દેશી દારૂનું કેન નંગ-૦૧ મા રહેલ દારૂ લીટર ૦૭ કિમત રૂપિયા ૧૪૦ એમ કુલ મળી કિમત રૂપિયા ૨૧૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આરોપી રફીક ઇશાભાઇ નોતીયાર રેઈડ દરમ્યાન સ્થળ મળ્યો ન હતો.

બીજા કિસ્સામાં માળીયા પોલીસે એજ સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં દેશી દારૂનો ગરમ આથો લીટર-૧૦૦ કિમત રૂપિયા ૨૦૦ તથા ઠંડા આથો ૨૦૦ લીટર કિમત રૂપિયા ૪૦૦ તેમજ દેશી દારૂનું કેન નંગ-૧ મા રહેલ દારૂ લીરર-૦૫ કિમત રૂપિયા ૧૦૦ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિમત રૂપિયા ૭૦૦ ના મુદામાલ મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આરોપી સમીર ઉર્ફે પમુ શફીમામદભાઈ કટીયા મળી આવ્યો ન હતો.

આ બંને કિસ્સામાં પોલીસે પ્રોહિ કલમ-૬૫,બી,સી,ડી,ઈ,એફ,૬૫-એએ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments
Loading...
WhatsApp chat