મોરબી જીલ્લામાં બે અકસ્માતમાં બે ના મોત

મોરબી રવાપર રોડ પર ગળેફાંસો ખાઈ યુવાનનો આપધાત

મોરબીના લખધીરપુર રોડ પર સિરામિક એકમમાં અકસ્માતે મહિલાનું મોત

મોરબીના લખધીરપુર રોડ પર રહેતી અને સિરામિક એકમમાં મજુરી કામ કરતી અમીતાબેન રણજીતભાઈ મકવાણા (ઉ.૨૭)નામની પરિણીતા કારખાનામાં સીડી પરથી નીચે ઉતરતી હતી ત્યારે તેનો ચણિયો સીડીમાં ભરાતા તે સીડી પરથી નીચે પડકાઇ હતી અને તેને માથાના ભાગે ગંભીર ઇંજા પહોચતા મોત નીપજ્યું હતી.મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મીતાણા નજીક વહેલી સવારે અકસ્માતમાં એકનું મોત

આજ વહેલી સવારે મીતાણા ગામ પાસે શિવ પેલેસ હોટેલ નજીક કોઈ અજાણ્યા વ્યક્તિનું અકસ્માતમાં મોત થયેલ છે.આ વ્યક્તિના હાથમાં હિન્દીમાં જય શ્રી શાંતિ માં લખેલ છે.આ બનાવની જાણ ટંકારા પોલીસને થતા લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.

મોરબીના રવાપર રોડ પર દુકાનમાં ગળેફાંસો ખાઈ આપધાત

મોરબી શનાળા રોડ પર આવેલ કન્યા છાત્રાલય રોડ પર રેહતા સંજયભાઈ વિનોદભાઈ સોલંકી (ઉ.૩૦)એ ગઈકાલે રવાપર રોડ પર એ.જે કંપની સમાઈ આવેલ વિનોદ ટેઈલર નામની દુકાનમાં ગળેફાંસો ખાઈ મોત નીપજાવ્યું હતું.મોરબી પોલીસે બનાવની નોધ કરી ધોરણસરની કાયવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat