


મોરબીમાં સિરામિક ટ્રેડીંગ કરતા વેપારીને સસ્તી ટાઈલ્સ વેચવાની લાલચે ચાર ઇસમોએ લાખોની છેતરપીંડી આચરી હોય જે મામલે એલસીબી ટીમે ત્રણ આરોપીને દબોચી લીધા છે અને આજે આરોપીને કોર્ટમાં રજુ કરતા બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે.
મોરબી નજીક હાઈવે પર પ્લેટીનમ પ્લાઝામાં સિરામિક ટ્રેડીંગનો શો રૂમ ધરાવતા વેપારી અર્જુન કેશવલાલ વિડજાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી યુવરાજ ઉર્ફે યાજ્ઞિક ઉર્ફે બંટી વાસુદેવ નિમાવત, યશપાલ વાસુદેવ નિમાવત રહે. બંને મોરબી તેમજ ચિરાગ વિનોદભાઈ તપસ્વી રહે અમદાવાદ અને માધવ નામનો એક માણસ એ ચાર ઇસમોએ ગત તા. ૧૩-૦૩-૧૮ થી અત્યારસુધીમાં સસ્તી વિટ્રીફાઈડ ટાઈલ્સ આપવાની લાલચે છ વખત મળીને કુલ ૧૬,૨૯,૮૬૨ રૂપિયા તેની પાસેથી પડાવ્યા છતાં માલ આપ્યો ના હોય અને છેતરપીંડી આચરી હતી
જે મામલે એલસીબી ટીમે આરોપી યુવરાજ ઉર્ફે યાજ્ઞિક ઉર્ફે બંટી વાસુદેવ નિમાવત, યશપાલ વાસુદેવ નિમાવત અને ચિરાગ વિનોદ તપસ્વી એ ત્રણ આરોપીને મુંબઈથી ઝડપી લઈને આરોપીઓ પાસેથી ૬ મોબાઈલ ફોન અને સીમ કાર્ડ નં ૦૮ મળી ૨૬,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ આજે આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવતા કોર્ટે ત્રણેય આરોપીને બે દિવસના રિમાન્ડ પર સોપ્યા છે વધુ તપાસ તાલુકા પીએસઆઈ આર.એ. જાડેજા ચલાવી રહ્યા છે રિમાન્ડ દરમિયાન બાકી રહેલા એક આરોપીને ઝડપી લેવા ઉપરાંત ચીટીંગ કરી મેળવેલ લાખોની રકમ રીકવર કરવા પોલીસે તજવીજ આદરી છે.

