


ટંકારાના મોટાખીજડિયા ગામે આદ્યશક્તિધામમાં નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. જેમાં બે દિવસીય મહોત્સવમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આજથી શરુ થનાર ધામિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકોની જોડાયા હતા. શાસ્ત્રીજી ભાઈલાલભાઈએ આચાર્ય પદે બિરાજીને યજ્ઞહોમ કરાવ્યો હતો. આવતીકાલે સોમવારે સાંજે ૭ કલાકે મહાપ્રસાદ યોજાશે. ત્યારબાદ રાત્રે ૯ કલાકે દેવાયતભાઈ ખવડ અને વિવેકભાઈ સાન્યતાની સંતવાણી યોજાશે.
મંદિર તેમજ પ્રાણ પ્રતિષ્ઠા વિધિના દાતા કરણસિંહ ધીરુભા ઝાલા, વિધિના યજમાન રઘુવીરસિંહ ઝાલા, કિશોરસિંહ ઝાલા, દિલાવરસિંહ ઝાલા, મુખ્યદ્વારના દાતા મહોબતસિંહ ઝાલા, જુવાનસિંહ ઝાલા, નરવીનસિંહ ઝાલા, પ્રદ્યુમનસિંહ ઝાલા, ઊપેન્દ્રસિંહ ઝાલા રહ્યા છે.

