Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે બે દિવસીય સ્પેશ્યલ કાયદા બેચ યોજાઈ, Video

મોરબી જીલ્લા પોલીસ અને ટીટીસી એકેડેમી રાજકોટના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં જીપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વિનામૂલ્યે વર્ગો ચાલી રહ્યા છે જેમાં આગામી દિવસોમાં યોજાનાર પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે બે દિવસની સ્પેશ્યલ કાયદા બેચ યોજાઈ હતી

મોરબી જીલ્લા પોલીસ અને ટીટીસી એકેડેમી રાજકોટ દ્વારા આગામી સમયમાં યોજાનાર પોલીસ કોન્સ્ટેબલની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને કાયદાનું માર્ગદર્શન માટે સ્પેશ્યલ બે દિવસીય કાયદા બેચનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાયદા બેચમાં કાયદાના નિષ્ણાંત મનીષ ગઢવીએ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાયદા વિષે સચોટ માહિતી અને માર્ગદર્શન ઉપરાંત પ્રશ્નોતરી દ્વારા ઉમેદવારોને મૂંઝવતા સવાલોનું સમાધાન કર્યું હતું મોરબી શહેર અને જીલ્લા ઉપરાંત આસપાસના જીલ્લાના ઉમેદવારોએ પણ સ્પેશ્યલ કાયદા બેચનો લાભ લીધો હતો અને માર્ગદર્શન મેળવ્યું હતું

સ્પેશ્યલ કાયદા બેચ માર્ગદર્શનનો વિડીયો….

Comments
Loading...
WhatsApp chat