



સ્વામી વિવેકાનંદ પરિવ્રાજક રોજડ વેદ વિદ્યારૂપી અમૃત વરસાવવા માટે પધારી રહ્યા છે જેની પાવનકારી વાણીનો લાભ મોરબીની ધર્મપ્રેમી જનતાને મળશે જે પ્રસંગે મોરબી આર્ય સમાજ દ્વારા વૈદિક સત્સંગ તેમજ સફળતા કૈસે પ્રાપ્ત કરે માર્ગદર્શન વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ છે
આર્ય સમાજ મોરબી દ્વારા તા. ૨૦ ને સોમવારે રાત્રે ૦૯ થી ૧૦ : ૧૫ કલાકે આર્ય સમાજ મંદિર લખધીરવાસ મોરબી ખાતે આધ્યાત્મિક વૈદિક સત્સંગ અને તા. ૨૧ ને મંગળવારણા રોજ સાંજે ૦૭ : ૩૦ થી ૦૮ : ૩૦ કલાકે સાર્થક વિદ્યામંદિર, સામાકાંઠે સફળતા કૈસે પ્રાપ્ત કરે વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા અઆર્ય સમાજ મોરબીના વિજયભાઈ રાવલ, બકુલભાઈ ત્રિવેદી અને સાર્થક વિદ્યામંદિરના કિશોરભાઈ શુક્લએ જણાવ્યું છે



