


મહેતા કુટુંબ આયોજિત ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી નવાડેલા રોડ મોરબી ખાતે બે દિવસીય કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
રોટરી ક્લબ મોરબી દ્વારા શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી, નવાડેલા રોડ મોરબી ખાતે તા. ૦૫ અને ૦૬ શનિવાર અને રવિવાર બે દિવસીય કેન્સર નિદાન કેમ્પ યોજાશે જેમાં તા. ૦૫ ને શનિવારે સાંજે ૦૫ થી ૦૮ કલાકે અને તા. ૦૬ ને રવિવારે સવરે ૧૦ થી ૧૨ કલાકે કેન્સર નિદાન કેમ્પ યોજાશે
જેમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી કેન્સરના દર્દીઓને વિનામૂલ્યે તપાસી યોગ્ય માર્ગદર્શન આપશે. કેમ્પનો લાભ લેવા ઈચ્છુક દર્દીઓએ ડિસ્પેન્સરીના મેડીકલ ઓફિસર ડો. હસ્તીબેન મહેતા પાસે નામ નોંધાવી લેવા જણાવ્યું છે.

