Billboard ad 1150*250

મોરબીની સોનીબજારમાં ભરબપોરે મહિલાના હાથમાંથી પર્સની ચીલઝડપ કરનાર બે ઝડપાયા

0 264
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીની સોની બજારમાં ખરીદી માટે આવેલી બે મહિલાઓ પૈકી એક મહિલાના હાથમાં રહેલું પર્સ બાઈક સવાર શખ્શ લઈને નાસી ગયો હોય, મોરબીમાં ધોળે દિવસે ચીલઝડપના બનાવને પગલે ચકચાર મચી છે તો પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી હતી અને જેમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે માળિયા પોલીસે ટીમને મદદથી ચીલઝડપ કરનાર બે શ્ખ્સોએને ચોરી ગયેલ મુદામાલ ઝડપી લીધા હતા

        બનાવની મળતી માહિતી મુજબ મોરબીની સોની બજારમાં ગ્રામ્ય પંથકમાંથી બે મહિલાઓ બપોરના સમયે ૩ વાગ્યાના સુમારે સોના ચાંદીના દાગીના ખરીદી તેમજ બીજા કામ માટે આવ્યા હતા મોરબી આવ્યા હતા અને તેના પર્સમાં ૧૫ હજાર રોકડ અને 3 મોબાઈલ કીમત રૂ ૨૮૦૦૦ હોય જે પર્સ લઈને ચાલીને જતી મહિલાના હાથમાંથી બાઈકમાં આવેલા શખ્શે ચીલઝડપ કરી પર્સ લઈને ફરાર થયો હતો જેથી ભરબજારે બપોરના સમયે આવો ચીલઝડપનો બનાવ બનતા પોલીસ કામગીરી સામે સવાલ ઉભા થયા હતા અને જાણે પોલીસની ધાક રહી જ ન હોય અને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તરત જ પોલીસ એકશનમાં આવી અને ચીલઝડપ કરનાર શખ્સો બાઈકમાં કઈ તરફ વળ્યો તે સી.સી.ટી.વી ફૂટેજમાં જોઈએ અને વધુ તપાસ કરી હતી જેમાં બાઈક પર બે શખ્સો જોવા મળ્યા હતા અને માળિયા તરફ ગયા હોવાથી માળિયા પોલીસને સતર્ક કરવામાં આવી હતી

જેમાં માળીયાના પી.એસ.આઈ જે.ડી.ઝાલા અને મોરબી એ ડીવીઝન પી.આઈ. આર.જે.ચૌધરી તેમજ તેની ટીમના મણીલાલ ગામેતી, કિશોરભાઈ મિયાત્રા, શેખાભાઈ મોરી,નિર્મલસિંહ જાડેજા , શક્તિસિંહ ઝાલા  અને અજીતસિંહ પરમાર સહિતની ટીમે ચોરીમાં ગયેલ મુદામાલ અને ચોરીમાં વપરાયેલ બાઈક સહિતની વસ્તુ કબજે મેળવી આ ગુનાને અંજામ આપનાર ગુરુસેવક ઉર્ફે સોનું તારાસિંગ જાટ અને ગુરુજટ નીશતસિંગ જાટને ઝડપી લીધા હતા અને આમ પોલીસે ગણતરી કલાકોમાં આરોપીને ઝડપી લીધા તેમજ પોલીસે પાસેથી વધુમાં મળતી વિગત મુજબ આ શખ્સોએ બે માસ પહેલા મોરબી બી ડીવીઝન વિસ્તારમાં બાઈક ચોરીના ગુનામાં ઝડપ્યા છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat