મોરબીમાં બે સ્થળે મારામારીના બનાવ, બે યુવાન ઈજાગ્રસ્ત

મોરબી પંથકમાં ગત રાત્રીના સમયે બે સ્થળે મારમારીના બનાવ નોંધાયા હતા જેમાં બે યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે.

મોરબીના કુબેર ટોકીઝ પાછળના રહેવાસી પનુભાઈ શાંતિભાઈ દેવીપૂજક (ઊવ ૨૦) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના સમયે વીસીફાટક નજીક આરોપી શેરમાંમદ ઉર્ફે શેરો ઈસ્માઈલ મોવર અને તેનો માણસ એ બંને શખ્શોએ અગાઉની માથાકૂટનો ખાર રાખી તેણે ઢીકા પાટું માર મારી ઈજા પહોંચાડી છે તેમજ ધમકી આપી છે જયારે બીજા બનાવમાં મોરબીના મકનસર નજીકના ગુરુકૃપા કોમ્પ્લેક્ષ પાસે રહેતો રામારામ બંકારામ કટક (ઊવ ૨૦) વાળા યુવાનને મારામારીમાં ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે બંને બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat