Billboard ad 1150*250

મોરબીમાં દેશી દારૂનો આથો બનાવવાના મુદામાલ સાથે બે ઝડપાયા, રિક્ષા-બાઈક કબજે

0 90
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

રિક્ષા અને મોટરસાયકલ સહિતનો મુદામાલ જપ્ત

        મોરબીના માળિયા ફાટક નજીકથી પસાર થતી રીક્ષામાંથી પોલીસે અખાદ્ય ગોળ દેશી દારૂ બનાવવાનો આથો બની સકે તેવો ડબ્બા નંગ ૧૨ મળી આવતા રિક્ષા અને અન્ય એક મોટરસાયકલ સહિતના મુદામાલ સાથે બે આરોપીને ઝડપી લીધા છે

        મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા ફાટક પાસેથી પસાર થતી ઓટો રિક્ષા નં જીજે ૩૬ ટી ૦૪૫૦ ના આંતરી તલાશી લેતા અખાદ્ય ગોળ જેનાથી દેશી દારૂ બનાવવાનો આથો બની સકે તેવો પતરાના ડબ્બા નંગ ૧૨ ગોળ કિલોગ્રામ ૩૦૦ કીમત રૂ ૩૦૦૦ મળી આવતા પોલીસે રિક્ષા અને ગોળનો જથ્થો જપ્ત કરી આરોપી શબીર મહમદ શાહમદાર રહે વાવડી રોડ મહેન્દ્રપરા, દિનેશ ચતુર પાટડિયા રહે શોભેશ્વર રોડ મોરબી વાળાને ઝડપી લીધા છે જયારે અન્ય એક ઇસમ દિલીપ ઉર્ફે ઇમરાન રાજેશ જાણી રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી વાળો બાઈક મૂકી નાસી જતા બાઈક સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ આરોપીઓએ ગોળનો જથ્થો નિજામ હૈદર જેડા રહે વિસીપરા મદીના સોસાયટી વાળાના કહેવાથી રાખી નીકળ્યા હોય તેવી કબુલાત આપતા ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે  

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat