લખધીરપુર કેનાલમાં બે વાછરડા ખાબકતા રેક્સ્યું ઓપરેશન કરી બચાવ્યા

ફેકટરીના શ્રમિકોએ જીવની પરવા ના કરી, જીવદયા પ્રેમનું ઉદાહરણ આપ્યું

મોરબીના લખધીરપુર નજીકની નર્મદા કેનાલમાં બે વાછરડા ખાબક્યા હતા અને પાણીના વહેણમાં તાણવા લાગ્યા હોય ત્યારે નજીકની ફેકટરીના શ્રમિક યુવાનોએ પાણીમાં કુદીને વાછરડાઓને સહી સલામત બહાર કાઢી જીવદયા પ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

મોરબીમાં લખધીરપુર રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલમાં બપોરના સુમારે બે વાછરડા ખાબકતા નજીકની ફેકટરીના શ્રમિકોને જાણ થઇ હતી અને બે યુવાનો પોતાની જાનની પરવા કર્યા વિના જ પાણીમાં કુદી ગયા હતા અને તરફડીયા નાખતા વાછરડાઓ થોડી વાર સુધી નજીક જવા દીધા ના હતા અને ભારે જહેમત ઉઠાવીને આખરે અન્ય સાથીદારોની મદદથી વાછરડાને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા વાછરડા સાડા ત્રણ ફૂટ પાણીમાં પડી ગયા હતા જેને સમયસર રેક્સ્યું કરી શ્રમિક યુવાનોએ સુંદર કામ કર્યું હતું જેને સ્થળ પર ઉપસ્થિત લોકોએ પણ બિરદાવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat