


મોરબીમાં હજુ તો મેઘરાજાએ દસ્તક દીધી છે અને માત્ર ઝરમર વરસાદ જ વરસ્યો છે ત્યાં તંત્રના દાવાની પોલ ખુલી છે આજે મોરબીમાં ટીસીમાં વીજશોક લાગતાં બે આખલાના મોત થયા છે.
મોરબીના શનાળા રોડ પરની શિવમ સોસાયટી પાસેના વીજપોલને અડકી જતા બે આખલાના કરુણ મોત થયા હતા આવા અનેક સ્થળોએ ટીસી જોવા મળે છે જેમાં ક્ષતિ અથવા તો ખુલ્લા જોખમકારક હાલતમાં હોય છે ત્યારે વીજશોક લાગતા બે આખલાના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે અને અન્ય કોઈ નિર્દોષ પશુ કે નાગરિકો ભોગ બને તે પૂર્વે તંત્ર ગંભીરતા દાખવી આ મામલે યોગ્ય કરે તેવી માંગ કરી છે.

