Billboard ad 1150*250 Billboard ad 1150*250

આ લે લે ! વાંકાનેરમાં તસ્કરો બે ભેંસની ચોરી કરી ગયાની ફરિયાદ

મોરબી જીલ્લામાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીના બનાવો બનતા જ રહે છે જોકે વાંકાનેરમાં તસ્કરોએ ભેંસને પણ છોડી ના હતી અને બે ભેંસની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે

વાંકાનેરના કુંભારપરાના રહેવાસી સુભાષભાઈ હમીરભાઈ રબારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે વાંકિયા ગામની સીમમાં તેના ઢોર બાંધવાના ખુલ્લા વાડામાં અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરીને દેશી જાફરાબાદી બે ભેંસ કીમત ૨ લાખની ચોરી કરી ગયા છે વાંકાનેર સીટી પોલીસે ભેંસ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat