વાંકાનેર નજીક સિરામિક ફેકટરીમાં ગૂંગળાઈ જતા બે સગા ભાઈઓના મોત, અરેરાટી

મોરબીથી વાંકાનેર હાઈવે પર વિસ્તરેલી સિરામિક ફેકટરીઓમાં અનેક અકસ્માતના બનાવો બનતા હોય છે જેમાં આજે સિરામિક ફેકટરીમાં સફાઈ કરતી વેળાએ બે ભાઈઓના ગૂંગળાઈ જતા મોત થયા છે

વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામના રહેવાસી બલદેવ જીવણ કોળી (ઉ.વ.૨૦) અને ભરત જીવણ કોળી (ઉ.વ.૨૪) એ બંને ભાઈઓ ઢુવા નજીકની કલાસી સિરામિક નામની ફેકટરીમાં કામ કરતા હોય અને આજે ગંદા પાણીની ટાંકીની સફાઈ કરતા હોય દરમિયાન તે ગૂંગળાઈ જતા બંને ભાઈઓના મોત નીપજ્યા હતા જે મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat