


મોરબીના મકનસર ગામે પ્રેમસંબંધ મામલે બે ભાઈઓએ મહિલા સાથે બોલાચાલી કરી ધાકધમકીઓ આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના મકનસર ગામના રહેવાસી ભાનુબેન પ્રવીણભાઈ પરમારે ફરિયાદ નોંધાવી છે કે આરોપી પ્રકાશ પારમારને ફરિયાદીની દીકરી સાથે પ્રેમ સંબંધને લઈને આરોપી પ્રકાશ વાલજી પરમાર અને ગૌતમ વાલજી પરમાર એ બંને ભાઈઓએ તેણે ગાળો આપી તેના ઘરવાળાને મારી નાખવાની ધમકી આપી છે મહિલાની ફરિયાદ નોંધી તાલુકા પોલીસે ધોરણસરની તપાસ ચલાવી છે.
મોરબીની પરિણીતા દવા પી જતા મોત
મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ ફૂલછાબ કોલોનીમાં રહેતા ગીતાબેન વિપુલગીરી ગોસ્વામી (ઊવ ૪૫) નામની પરિણીતા ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

