


મોરબીના કાલિકા પ્લોટમાં બે પુત્રોએ પોતાના માતાપિતાને ધમકી આપી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે બંને પુત્રો સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.
કાલિકા પ્લોટ વિસ્તારના રહેવાસી આમદભાઈ જુમાભાઈ ચાનીયા (ઊવ ૪૫) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે મકાન ખાલી કરાવતા તેના દીકરા અફઝલ અને સદામ એ બંનેએ ફરીયાદી આમદભાઈ અને સાહેદ જુબેદાબેનને માર મારી ફરિયાદીના ગાલે બચકું ભરીને મૂઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

