Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના ઘૂટું ગામ નજીક ટ્રેઇલરની ઠોકરે બાઈકસવાર બેને ઈજા

 

મોરબીના ઘૂટું ગામ નજીકથી પસાર થતા ડબલ સવારી બાઈકને ટ્રેઇલર ચાલકે અડફેટે લીધું હતું જે અકસ્માતમાં બાઈકમાં જતા મહિલા સહીત બેને ઈજા પહોંચી હોય જે બનાવની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

હળવદના માલણીયાદ ગામના રહેવાસી બળદેવભાઈ ગણેશભાઈ પરમાર પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ઘૂટું ગામથી આગળ હળવદ રોડ પરથી તે બાઈક લઈને જતા હોય ત્યારે ટ્રેલર જીજે ૧૨ બીડબલ્યુ ૮૧૦૨ માં ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને ફરિયાદીના બાઈક જીજે ૦૧ એફ ઈ ૧૫૫૩ ને ઠોકર મારતા બાઈકમાં સવાર બળદેવભાઈ પરમાર અને ભગવતીબેનને ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવ મામલે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat