



વાંકાનેરના રાતાવીરડા રોડ નજીક બે બાઈક સામસામે અથડાતા બાઈકચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેરના રાતાવીરડા ગામ નજીક આવેલ સ્પીનોરા સિરામિક એકમ નજીક બજાજ પલ્સર લાલ કલરનું જી જે ૩૬ ઈ ૪૭૩૦ ના ચાલકે પોતાના મોટરસાયકલ પુરપાટ ઝડપે ચલાવીને સામેથી આવતા મોટર સાઇકલ જીજે ૦૩ જેકે ૭૬૭૨ ના ચાલક ભાવિન કુમાર સાથે ભટકાડતા ભાવિનકુમારનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અગે વિનોદ આત્મારામ અગ્રાવતએ વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોધાવી છે તો વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



