મોરબીના રંગપર નજીક બાઈકમાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે રાત્રીના પેટ્રોલિંગ દરમિયાન બાઈક પર સવાર બે ઇસમોને ઝડપી લઈને દેશી દારૂનો જથ્થો અને બાઈક સહિતનો મુદામાલ કબજે કર્યો છે

મોરબી તાલુકા પોલીસે રાત્રીના રંગપર રોડ પરથી પસાર થતા મોટરસાયકલ નં જીજે ૧૩ કેકે ૭૯૧૨ ને આંતરીને તલાશી લેતા ૨૦ લીટર દેશી દારૂ કીમત ૪૦૦ મળી આવતા પોલીસે આરોપીપ સંજય વેલાભાઇ પરમાર રહે હાલ રંગપર અને નવલભાઈ ઈલાલજીભાઈ આદિવાસી રહે. હાલ રંગપર વાળાને ઝડપી લઈને દેશી દારૂનો જથ્થો તેમજ મોટરસાયકલ કીમત ૧૫૦૦૦ મળીને ૧૫,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.

Comments
Loading...
WhatsApp chat