Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેર બાઉન્ડ્રી નજીક હથિયાર વેચવા આવેલ બે ઈસમો ઝડપાયા, પિસ્તોલ અને ૦૫ જીવતા કાર્ટીસ જપ્ત

ગેરકાયદેસર હથિયાર અને ૦૫ જીવતા કાર્ટીસ ઝડપાયા

 

વાંકાનેર બાઉન્ડ્રી નજીક હોટલના ગ્રાઉન્ડમાંથી એલસીબી ટીમે બે ઇસમોને ગેરકાયદેર હથિયાર અને ૦૫ નંગ જીવતા કાર્ટીસ સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

મોરબી જીલ્લા એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી પહેલા આવેલ તુલસી હોટલના ગ્રાઉન્ડમાં સરદારજી અને તેની સાથે રહેલ ઇસમ બંને ગેરકાયદેસર હથિયાર અને કાર્ટીસ વેચાણ કરવા આવ્યા હોવાની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં હોટલ ગ્રાઉન્ડમાંથી આરોપી માનસિંગ ઉધમસિંગ દુધાણી રહે હાલ ધોરાજી મૂળ રહે વડોદરા અને પવન મદન તેજાજી સીરવી રહે એમપી વાળાને ઝડપી લીધા છે

આરોપી પાસેથી પિસ્તોલ નંગ ૦૧ કીમત રૂ ૧૦ હજાર, જીવતા કાર્ટીસ નંગ ૦૫ કીમત રૂ ૫૦૦, ખાલી મેગ્જીન કીમત રૂ ૫૦૦ અને ૧ મોબાઈલ કીમત રૂ ૨૦૦૦ મળીને કુલ રૂ ૧૩ હજારનો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

જે કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શક્તિસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઈ ફૂગસીયા, નંદલાલ વરમોરા, હરેશભાઈ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, સતીષ કાંજીયા સહિતની ટીમ જોડાયેલ હતી

 

Comments
Loading...
WhatsApp chat