મોરબીના ઉમા ટાઉનશીપમાં ક્રિકેટ સટ્ટો રમતા બે ઝડપાયા

       મોરબી એલસીબી ટીમે ઉમા ટાઉનશીપના ફ્લેટમાં બેસી બે ઈસમો ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હોવાની માહિતીને પગલે દરોડો કરી બે ઇસમોને ઝડપી લઈને રોકડ, મોબાઈલ સહીત ૨૪,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

        મોરબીના ઉમા ટાઉનશીપમાં થોડા દિવસ પૂર્વે જ ક્રિકેટ મેચના સટ્ટો રમતા ઇસમોને ઝડપી લીધા બાદ ગત રાત્રીના ફરીથી બાતમીને આધારે એલસીબી ટીમ ત્રાટકી હતી ઉમા ટાઉનશીપમાં રહેતા મિલન ઉર્ફે જીગો પ્રકાશ ફૂલતરીયાના ફ્લેટમાં દરોડો કરી મોબાઈલ ફોનમાં ક્રિકેટ મેચ નિહાળી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા મિલન પ્રકાશભાઈ પટેલ અને ભાવેશ ભગવાનજી પટેલ એમ બે ને ઝડપી લઈને પાંચ મોબાઈલ કીમત રૂ ૧૧,૫૦૦ અને ૧૩ હજાર રોકડ સહીત ૨૪,૫૦૦ નો મુદામાલ કબજે લઇ વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat