માળીયામાં ડીઝલ ચોરી કરનાર બે ઝડપાયા, 23.08 લાખનો મુદામાલ જપ્ત

. માળિયા પંથકમાં ડીઝલ ચોરીના બનાવો અનેક વખત પ્રકાશમાં આવતા રહે છે જેમાં આજે એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બે શકમંદોને ઝડપી લઈને ટેન્કર સહીત ૨૩.૮૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

માળિયા પંથકમાં આજે એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન હાઈવે પર ટેન્કર નં જીજે ૧૨ એઝેડ ૮૯૦૧ માંથી ડીઝલ ચોરી કરવામાં આવતી હોય, આરોપી કેતન ચાવડા ધંધો ડ્રાઈવિંગ રહે.રાજકોટ તેમજ દશરથ હુંબલ રહે. મોટી બરાર તા. માળિયા વાળાને પ્લાસ્ટિક નળીથી ડીઝલ ચોરી કરતા દબોચી લેવામાં આવ્યા હતા

ટેન્કરમાં આશરે ૨૩,૯૬૦ લીટર ડીઝલ ભરેલું હોય જેની કીમત ૧૬,૭૭,૨૦૦ અને ટેન્કર કીમત ૭ લાખ તેમજ ડીઝલ ભરેલો કેરબો અને અન્ય મુદામાલ સહીત 23,08,050 ની કિમતનો મુદામાલ જપ્ત કરી બંને ઈસમોની અટકાયત કરીને મુદામાલ માળિયા પોલીસને સોપવામાં આવ્યો છે.

Comments
Loading...
WhatsApp chat