હળવદના ડુંગરપુર ગામે ચર્ચાસ્પદ બનેલ પ્રેમ પ્રકરણ મામલે બેની ધરપકડ, બે ફરાર

હળવદના ડુંગરપુર ગામે ગત રાત્રીના જિલ્લા પંચાયત સદસ્યના પતિ સહિત ચાર શખ્સોએ પ્રેમ સંબંધ મામલે યુવાનના ઘરે ધસી જઈ મકાનમાં તોડફોડ કરી વાહનોને કેરોસીન છાંટી સળગાવી દીધો હતો. જે બનાવ મામલે હળવદ પોલીસ દ્વારા ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો ત્યારે આજે બે આરોપીઓને ઝડપી લેવાયા છે. જયારે પિતા-પુત્ર હજુ પોલીસ પકડથી દુર છે.

પંથકમાં સનસનાટી મચાવતો બનાવ તાલુકાના ડુંગરપુર ગામે ગત રાત્રીના પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે જિલ્લા પંચાયત સદસ્યના પતિ હનુભાઈ જેસિંગભાઈ કોળી અને અશ્વિનભાઈ કોળી, ધીરૂભાઈ કોળી, અક્ષય કોળી રહે. ડુંગરવાળા સહિત ચાર શખ્સો રામજીભાઈના ઘરે ધસી જઈ બોલાચાલી કરી મકાનમાં તોડફોડ કર્યા બાદ વાહનોને આગચંપી કરી દેતા પંથકમાં ચકચાર મચી ગયો હતો.

 

આ બનાવના પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ત્યારે આજે આરોપી ધીરૂ ઉર્ફે ધારા દિપકભાઈ અને અક્ષય મગનભાઈને ડુંગરપુર ગામેથી ઝડપી લીધા હતા. જયારે અન્ય બે આરોપીઓ હજુ ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat