


રાજ્યમાં ભારે વરસાદની આગાહી સાચી પડી છે. સોમવારે રાત્રીથી મોરબી જીલ્લામાં મેઘરાજાના રોદ્ર સ્વરૂપના દર્શન બાદ સાંજ સુધી મેઘાએ વિરામ લીધો હતો જોકે સાંજે ફરીથી મેઘાએ રોદ્ર સ્વરૂપના દર્શન કરાવ્યા હતા. સાંજે ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરુ થયો હતો. માત્ર બે કલાકમાં મોરબીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો તો હળવદમાં પણ બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જયારે વાંકાનેર, ટંકારા અને માળિયામાં પણ મેઘો અનરાધાર જોવા મળી રહ્યો છે.
મોરબી જીલ્લામાં સાંજે ૬ સુધીનો વરસાદ
મોરબી : ૬૭ મીમી (અઢી ઇંચ)
હળવદ : ૪૦ મીમી (દોઢ ઇંચ)
ટંકારા : ૧૯ મીમી (પોણો ઇંચ)
વાંકાનેર : ૨૦ મીમી (પોણો ઇંચ)
માળિયા ૫૭ મીમી (સવા બે ઇંચ)

