


માળીયા નજીક લૂંટ અને લૂંટ વિથ મર્ડર કેસમાં એલસીબી ટીમે ડફેર ગેંગના ૨ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ બન્ને આરોપીઓને રિમાન્ડની માંગ સાથે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આગામી તા. ૩૦ સુધીના રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો છે.
મોરબી – માળીયા – હળવદ હાઇવે પર એકજ રાત્રીના સ્ત્રી વેશધારણ કરી ટ્રક ચાલકોને લૂંટી ત્રણ થી ચાર લૂંટને અંજામ આપ્યા બાદ એક ટ્રક ચાલકની હત્યા કરનાર ટોળકીના બે શખ્સો સંજયસિંહ ઉર્ફે મુન્નો ઘનશ્યામસિંહ દરબાર અને કિશન ચંદુભાઇ જાદવ રહે બન્ને ગાંગડ, તા. બાવળા જી.અમદાવાદ વાળાને દબોચી લેવાયા હતા અને ડફેર ગેંગના ઝડપાયેલા બંને આરોપીઓને આજે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે બંને આરોપીને તા. ૩૦ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે રિમાન્ડ દરમિયાન લૂંટનો મુદામાલ રીકવર કરવા તેમજ ડફેર ગેંગના અન્ય સાગરીતોને દબોચી લેવા પોલીસ કવાયત હાથ ધરશે

