મોરબીમાં પટેલ આધેડ પાસે માંગેલ ખંડણી પ્રકરણમાં મુખ્ય આરોપી સહિત બે ઝડપાયા

મોરબીના વાવડી રોડ પર રહેતા આધેડને કામ ધંધો કરવા અને મોરબીમાં રહેવા માટે ખંડણી માગી જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે શખ્સો સામે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે બંને આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ જૂનાગઢ જીલ્લાના વંથલી ગામના વતની અને હાલ મોરબી વાવડી રોડ પર આવેલ સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા મનોજભાઈ વલ્લભભાઈ પટેલએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે મકરાણી વાસમાં રહેતો ઈરફાન બ્લોચ નામના શખ્શે મોરબી રહેવું હોય અને કામ ધંધો કરવો હોય તો રૂપિયા ૨,૮૦,૦૦૦ આપવા પડશે અને નહિ મળે તો મનોજભાઈ અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી ઈરફાને આરોપી હકા મારફત મનોજભાઈ પાસેથી બળજબરી પૂર્વક પ્રથમ રૂપિયા ૩૦,૦૦૦ કાઢવી બાદમાં અવારનવાર ફોન પર અને રૂબરૂ ધમકી આપી રૂપિયા ૭૦,૦૦૦ બળજબરીથી કઢાવવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મનોજભાઈએ નોંધાવી છે.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. એમ.વી.પટેલ સહિતના સ્ટાફે વધુ તપાસ ચલાવીને બંને આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat