વાંકાનેર નકલી બિલ્ટી કોભાંડમાં મુખ્ય સુત્રધાર સહિતના બે આરોપી ઝડપાયા

બંને આરોપીના સોમવાર બપોર સુધીના રિમાન્ડ,

મોરબી એલસીબી ટીમે બે દિવસ પૂર્વે રાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન નકલી બિલ્ટીના આધારે ખનીજ પરિવહન કરતી સાત ટ્રકો ઝડપી લઈને તમામ વાહનચાલકોની અટકાયત કરી હતી તો આ નકલી બિલ્ટી મામલે મુખ્ય સુત્રધાર સહીત અન્ય બે આરોપીને ઝડપી કોર્ટમાં રજુ કરતા સોમવાર સુધીના રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે

મોરબી એલસીબી ટીમેં વાંકાનેર હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન ટ્રકમાં બોકસાઈડ ખનીજ ૨૨૭ ટન કીમત ૪,૫૪,૦૦૦ નો જથ્થો હોય જેની બિલ્ટી ચાઈના કલે ખનીજની બનાવી હોય અને બોક્સાઈટની ચોરી કરી ખોટા બીલ બનાવી તેનું ખરા તરીકે ઉપયોગ કરતા હોવાનો પર્દાફાશ કરીને ૭ ટ્રકો કીમત ૭૦,૦૦,૦૦૦ અને ખનીજ કીમત ૪,૫૪,૦૦૦ મળીને કુલ ૭૪,૫૪,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે હતો અને ટ્રકના ચાલક જુસબ હુશેન, ઇમરાન હસન, મોહન મહેશ્વરી, રિજવાન અબુ, સલીમ આદમ, મુસ્તાક હારૂન અને ગફુર ઉસ્માન રાયમાં એમ સાતની અટકાયત કરી હતી

નકલી બિલ્ટી મામલે આરોપી યુવરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા નકલી બિલ્ટી બનાવી હોય જેનું નામ ખુલતા આરોપીને દબોચી લેવા તપાસ ચલાવી હતી જેમાં આરોપી યુવરાજસિંહ જાડેજા રહે ભુજ અને પરેશ બદ્રકીયા રહે વાંકાનેર વાળાને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા સોમવાર બપોર સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે

Comments
Loading...
WhatsApp chat