હળવદમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથ ફેરો

હળવદની હરિદર્શન હોટલ પાછળ આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા દશરથભાઈ કાનજીભાઈ પરમાર (ઉ.૩૪)એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે કે ગત તા.૨૦ થી ૨૨ ના સાંજના ૭ વાગ્યા સુધીમાં તેઓ બહાર ગામ ગયા હોય ત્યારે કોઈ અજાણ્યા ઇસમોએ ઘરના બીજા માળની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમ ૧૦૫૦૦ની ચોરી કરી ગયા છે.આ મામલે હળવદ પોલીસે ચોરીનો ગુનો નોધી આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

Comments
Loading...
WhatsApp chat