



મોરબીમાં સંસ્થાઓ દ્વારા રવિવારે વિનામૂલ્યે તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવશે જેમાં ઔષધીય ગુણો ધરાવતી તથા જેની દરરોજ પૂજા થાય છે તેવા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવશે
મયુર નેચર ક્લબ મોરબી, સામાજિક વનીકરણ રાજકોટના વનવિભાગ ટંકારા તેમજ ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા તા. ૧૯ ને રવિવારે સવારે ૦૯ થી ૧૨ કલાકે કે.કે.સ્ટીલવાળી શેરી, રામચોક શનાળા રોડ મોરબી ખાતે વહેલા તે પહેલાના ધોરણે તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવશે તેમ સંસ્થાની યાદી જણાવે છે



