Billboard ad 1150*250

મોરબીના માધાપરમાં ગંદકીથી ટ્રસ્ટ લત્તાવાસીઓએ જાતે ભૂગર્ભ ગટરની સફાઈ કરી

0 87
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

નીમ્ભર તંત્રને શરમ નો જ આવી, તહેવારો પણ ગંદકીમાં ઉજવવાની મજબૂરી

        મોરબીના માધાપર વિસ્તારમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન લાંબા સમયથી હોય જોકે નીમ્ભર તંત્રને શરમ આવતી જ ના હોય તેમ ગટરના પ્રશ્ને કોઈ કાર્યવાહી ના કરાતા હાલ નવરાત્રીનો તહેવાર હોય જેથી ઉભરાતી ગટરના મામલે સ્થાનિક યુવાનોએ ગટરની સફાઈ કરી હતી

        મોરબીના માધાપર વિસ્તારમાં ગટરના પ્રશ્ને ઉપવાસ આંદોલન સુધીના આંદોલન અને લડત છતાં પણ સ્થિતિમાં ઝાઝો ફર્ક પડ્યો નથી હાલ નવરાત્રી ચાલી રહી છે છતાં પણ ઉભરાતી ગટરમાંથી બાળાઓએ પસાર થવું પડે તેવી શરમજનક સ્થિતિને પગલે માધાપર વિસ્તારના યુવાનો આગળ આવ્યા હતા અને રાત્રીના સમયે માધાપર વાવડી રોડ પરના કપિલા હનુમાન મંદિર પાસે ભૂગર્ભ ગટરની જાતે જ સફાઈ કરવામાં આવી હતી નવરાત્રીમાં દીકરીઓને ગટરના ગંદા પાણી માંથી પસાર થવું ના પડે તે માટે સ્થાનિક યુવાનોએ જાતે ભૂગર્ભ ગટર સાફ કરી હતી જોકે નીમ્ભર પાલિકા તંત્રને કોઈ શરમ જ આવતી નથી અને જન્માષ્ટમી પર્વ લત્તાવાસીઓએ ઉભરાતી ગટર વચ્ચે જ મનાવ્યો હતો અને નવરાત્રી જેવા તહેવારો પણ ગટરના ગંદા પાણી વચ્ચે ઉજવવા મજબુર બન્યા છે તો ઉભરાતી ગટર મામલે સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat