



મોરબી-વાંકાનેર હાઈવે પર આજે બપોરના સુમારે બોલેરોનું ટાયર ફાટતા સિરામિક રો મટીરીયલ ભરેલ બોલેરો પલટી મારી ગયું હતું સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે બપોરના સુમારે જાંબુડિયા ગામ નજીકથી પસાર થતા પસાર થતી બોલેરોનું ટાયર ફાટ્યું હતું જેને પગલે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બોલેરો પલટી મારી ગયો હતો જેથી હાઈવે પર રો મટીરીયલ્સના બેગ રસ્તા પર જોવા મળ્યા હતા જોકે અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નથી પરંતુ અકસ્માતને પગલે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો

