

મોરબી-રાજકોટ હાઈવે પર અકસ્માતોની હારમાળ સર્જાય છે ત્યારે લજાઈ ગામ નજીક આજે વહેલી સવારના સુમારે કોઈ કારણોસર એક ટ્રકે પલટી મારી હતી.જેમાં ડ્રાઈવરને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મોરબી રાજકોટ હાઈવે પર લજાઈ ગામ નજીક હોનેસ્ટ હોટેલ પાસે આજે વહેલી સવારના એક ટ્રકે કોઈ કારણોસર પલટી મારી હતી.જેમાં ધટનાની જાણ થતાની સાથે જ ૧૦૮ ની ટીમ ધટના સ્થળે પહોચી હતી અને ઈજાગ્રસ્ત થયેલ દડ્રાઈવર પ્રભુદન શંકરદાન ગઢવીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જો કે ટ્રકે ક્યા કારણોસર પલટી મારી તે હજુ સત્તાવાર જાણી શકાયું નથી.