Billboard ad 1150*250 Billboard ad 1150*250

ગાળા નજીક બંધ ડમ્પર પાછળ ટ્રક ધડાકાભેર અથડાયો

મોરબી માળિયા હાઈવે પર અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં બંધ ડમ્પર પાછળ ટ્રક ઘુસી જતા એકનું મોત થયું હતું જયારે અન્ય એકને ઈજા પહોંચી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટ્રક નં જીજે ૧૨ બીવી ૮૯૫૯ આજે ગાળા નાગડાવાસ વચ્ચે એક બંધ ડમ્પર રોડ સાઈડમાં ઉભું હોય જેની પાછળ ટ્રક ધડાકાભેર અથડાયો હતો જે અકસ્માતમાં ટ્રકમાં સવાર દિનેશભાઈ અને રમેશભાઈ એ બેને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડવા તજવીજ આદરી હતી જોકે સારવાર મળે તે પૂર્વે જ રમેશભાઈનું મોત થયું હતું જયારે અન્ય ઈજાગ્રસ્તને સારવાર આપવામાં આવી રહી છે. તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat