

મોરબી-હળવદ રોડ પર રાત્રીના ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં સવાર એકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં રહેતા મેહુલ ધનજીભાઈ છત્રોલા અને ચિરાગ રમેશભાઈ ભોરણીયા પોતાની બ્રેઝા કાર જીજે ૩ જેએલ ૦૦૮૯ લઈને ચરાડવાથી મોરબી આવતા હોય દરમિયાન રામધન આશ્રમ નજીક પહોચતા પુરપાટ ઝડપે આવતો ટ્રક જીજે ૦૩ એટી ૪૮૯૬ ના ચાલકે બ્રીઝા કાર સાથે ભટકાડતા કારમાં સવાર બંનેને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં મેહુલ ધનજીભાઈ છત્રોલા (ઉ.૩૫) નું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મેહુલનાભાઈ કેતન નરશીભાઈ છત્રોલાએ ટ્રક ચાલક વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



