

દુર્ગાવાહિની મોરબી દ્વારા ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ હવન અષ્ટમીના દિવસે રામેશ્વરનગર સોસાયટી, રવાપર રોડ ખાતે જુલીબેન કપિલભાઈ દવેના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો જેમાં નવદુર્ગાની સ્તુતિ રેખાબેન રાઠોડ અને માયાબા ઝાલા દ્વારા કરવામાં આવી. અ તકે વિહિપના પ્રાંત અધિકારી રામનારાયણ દવેએ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની સંસ્થાઓનો પરિચય આપી બહેનોને ત્રિશુલ દીક્ષા આપેલ.