Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી નગરપાલિકાની એક વોર્ડની પેટા ચુંટણીમાં ત્રિપાંખીયો જંગ

ભાજપ-કોંગ્રેસ માટે એક બેઠક સત્તાના સમીકરણો નક્કી કરશે બસપાની એન્ટ્રીથી ભાજપની ગણતરીઓ ઉંધી વળશે ? ઉત્તેજના

મોરબી નગરપાલિકાની બાકી રહેલી એક વોર્ડની એક બેઠકની પેટા ચુંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યા બાદ હવે ચિત્ર સ્પષ્ટ બન્યું છે અને એક બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ સાથે બસપા પણ મેદાને પડ્યું છે જેથી ત્રિપાંખીયો જંગ જામશે

મોરબી પાલિકાની થોડા સમય પૂર્વે યોજાયેલી છ બેઠકની પેટા ચુંટણીમાં ભાજપે તમામ બેઠકો કબજે કરી લેતા સત્તાના સમીકરણો ભાજપ તરફી ઝુક્યા છે અગાઉ ૫૨ બેઠકો ધરાવતી મોરબી નગરપાલિકામાં ભાજપ પાસે માત્ર ૨૦ નું સંખ્યાબળ હતું જે વધીને ૨૬ થયું છે તો પાલિકાની ચુંટણીમાં સ્પષ્ટ બહુમતી એટલે કે ૩૨ બેઠકો સાથે વિજયી થયેલા કોંગ્રેસ પાસે હાલ માત્ર ૨૫ સભ્યોનું સંખ્યાબળ છે અને સત્તા માટે એક જ બેઠક ભાજપ દુર હોય જેથી વોર્ડ નં ૦૨ ની બેઠક કબજે કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે

આગામી તા. ૨૮ ના રોજ પેટા ચુંટણીનું મતદાન યોજાશે જે ચુંટણીમાં ભાજપમાંથી રાજુલબેન મહેશભાઈ પરમાર, કોંગ્રેસમાંથી દયાબેન રવજીભાઈ સોલંકી અને બસપાના કંચનબેન પ્રવીણભાઈ ચાવડા વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળશે વોર્ડના ૮૩૦૫ પુરુષ અને ૭૨૭૧ મહિલા મતદારો સહીત કુલ ૧૫,૫૭૬ નોંધાયેલા મતદારો છે તો ભાજપ અને કોંગ્રેસ માટે અતિ મહત્વની અને જીત જરૂરી એવી એક બેઠકની જંગમાં બસપા પણ મેદાને ઉતર્યું છે ત્યારે રોમાંચક મુકાબલો જોવા મળશે

Comments
Loading...
WhatsApp chat