માળિયા હાઇવે પર ત્રિપલ સવારી બાઈકની સ્વીફટ કાર સાથે ટક્કર, એકનું મોત

બાઈકમાં સવાર એકનું મોત, બેને ઈજા પહોંચી

માળિયા હાઈવે પર ત્રિપલસવારીમાં જતા બાઈકને સ્વીફ્ટ કારના ચાલકે ઠોકર મારતા બાઈક સવાર બે યુવાનને ઈજા પહોંચી હતી જયારે એકનું મોત નીપજ્યું છે

મોરબીના રણછોડનગરના રહેવાસી રવિભાઈ જગદીશભાઈ પરેશાંએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી સ્વીફ્ટ કાર નં જીજે ૦૩ એચએ ૫૪૪૭ ના ચાલકે કાર પુરઝડપે ચલાવી મોટા દહીંસરાથી પીપળીયા ચાર રસ્તા જતા રોડ પરથી પસાર થતા હોન્ડા મોટરસાયકલ સાથે ભટકાડતા ફરિયાદી રવિ પરેશાને ફેકચર જેવી ઈજા તેમજ વિપુલ જગદીશભાઈને ઈજા પહોંચી છે જયારે બીપીનભાઈ બકુલભાઈને માથામાં ઈજા થતા તેનું સારવાર દરમિયાન મોત થયું છે માળિયા પોલીસે અકસ્માતના ગુન્હાની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat