મોરબીમાં ટ્રિપલ મર્ડર : સતવારા સમાજના આગેવાનોએ પોલીસને શું રજુઆત કરી ? જાણો…..

મોરબીમાં ચકચારી એવા પિતા પુત્ર સહીત ત્રણની હત્યાના કેસમાં પોલીસની ટીમે કરેલી દોડધામને પગલે આખરે તમામ આરોપીઓને દબોચી લેવામાં સફળતા મળી છે અને ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા આરોપીને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે જોકે બનાવને પગલે સતવારા સમાજ ભયભીત હોય અને પોલીસમાં આ અંગે રજુઆત કરવામાં આવી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી લીલાપર બોરિયાપાટી વાડી વિસ્તારમાં ગત રાત્રીના થયેલ ત્રિપલ મર્ડરના આરોપીની પોલીસે શોધખોળ ચલાવી હતી જેમાં ડીવાયએસપી બન્નો જોષીની સુચનાથી તાલુકા પીએસઆઈ એસ.એ.ગોહિલની ટીમ તેમજ એલસીબી અને એસઓજી ટીમો વાડીઓમાં કોમ્બિંગ કરતી હોય જેમાં આરોપી ધનજીભાઈ મનસુખભાઈ ડાભી, કિશોરભાઈ શીવાભાઈ ડાભી, પ્રવીણભાઈ શીવાભાઈ ડાભી, સંજયભાઈ નારણભાઈ ડાભી, ભરતભાઈ નારણભાઈ ડાભી, જયંતી નારણભાઈ ડાભી, અશ્વિનભાઈ જીવરાજભાઈ ડાભી, ભરતભાઈ જીવરાજભાઈ ડાભી, કાનજીભાઈ મનસુખભાઈ ડાભી, શીવાભાઈ રામજીભાઈ ડાભી, મનસુખભાઈ રામજીભાઈ ડાભી, જીવરાજભાઈ રામજીભાઈ ડાભી રહે. બધા લીલાપરની બાજુમાં બોરિયાપાટી વાડી વાળા તમામની અટકાયત કરવામાં આવી છે અને આરોપીઓને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા આરોપીને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે જોકે બનાવને પગલે વિસ્તારમાં શાંતિ જળવાય રહે તે માટે સતવારા સમાજના આગેવાનોએ પોલીસને રજુઆત કરી છે

સતવારા સમાજે પોલીસને રજુઆત કરી

વાડી વિસ્તારમાં બોલેલી બઘડાટી અને ત્રીપલ મર્ડર કેસમાં સતવારા સમાજના આગેવાનોએ એ ડિવિઝન પીઆઇને લેખિત રજુઆત કરી છે જેમાં જણાવ્યું છે કે બોરિયાપાટી વિસ્તારમાં બનેલ ઘટના અંગે જાણવા મળેલ છે જે વા ડી વિસ્તારમાં આજે ભયનું વાતાવરણ છે લોકો ઘરબાર છોડી જતા રહેલ છે ગમે ત્યારે સામેના પક્ષકારો નુકશાન તથા ભયજનક હુમલો કરે તેવી શક્યતા હોય અને આ વિસ્તારમાં અમારા સમાજના લોકો પોતાના ઘરબાર છોડી જતા રહેલ હોય જેથી આ વિસ્તારમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે જેથી આગેવાનોએ એવી માંગ કરી છે કે વિસ્તારમાં શાંતિ અને સુલેહ જળવાય તેમજ કાયદો જળવાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તે ઉપરાંત એવું પણ આગેવાનોને જાણવા મળેલ છે કે બનાવ સમયે હાજર ના હોય તે વ્યક્તિઓના નામો ફરિયાદમાં દાખલ કરવાના પ્રયત્નો કર્યા છે જેથી ન્યાયિક તાપસ કરી નિર્દોષને સજા ના થાય તેવી યોગ્ય તાપસ કરવાની માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat