મોરબી જીલ્લા ભાજપ દ્વારા તિરંગા વિતરણ કરાયું, શુક્રવારે તિરંગા યાત્રા

 

મોરબી જીલ્લા ભાજપ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો

શનાળા રોડ પર જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે હર ઘર તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ૫૦,૦૦૦ થી વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા

 

શુક્રવારે તિરંગા યાત્રા યોજાશે

હર ઘર તિરંગા યાત્રા સમિતિ મોરબી દ્વારા તા. ૧૨ ને શુક્રવારે સવારે ૮ કલાકે તિરંગા યાત્રા યોજાશે જે સ્વામીનારાયણ મંદિરથી પ્રસ્થાન કરી જીલ્લા ભાજપ કાર્યાલય, સરદાર બાગ, રામ ચોક, ગાંધી ચોક, ચકીયા હનુમાન, એચડીએફસી બેંક ચોક, નીલકંઠ વિધાલય સહિતના વિસ્તારમાં ફરીને સરદાર પટેલ પ્રતિમા ખાતે પૂર્ણ થશે

Comments
Loading...
WhatsApp chat