



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી તાલુકાની બગથળા તાલુકા કુમાર શાળામાં 70 માં વન મહોત્સવ અંતર્ગત એક બાળ એક ઝાડને ચરિતાર્થ કરવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હૂંબલ તથા બીઆરસી કો-ઓર્ડીનેટર અને મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજા અને બગથળા સીઆરસી કો-ઓર્ડીનેટર અરુણભાઈ રાવલ અને શાળાના તમામ શિક્ષકમિત્રો અને તમામ વિદ્યાર્થી હર્ષોલ્લાસ ભેર ભાગ લીધો હતો
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવર્તમાન ગુજરાત સરકાર દ્વારા વૃક્ષારોપણ અંગે જે સંકલ્પ છે તેને પૂર્ણ કરવા ‘ એક બાળ એક ઝાડ‘ સિદ્ધ કરવા માટે આપણે કટિબદ્ધ બનીએ તે માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા અને શાળામાં વૃક્ષારોપણ કરીને એક નવી દિશા અને રાહ તરફ પ્રેર્યાં હતા. વૃક્ષારોપણના ફાયદા અને લાભો વિશે બાળકોમાં જાગૃતતા આપી અને જેમ આપણો ખ્યાલ રાખી છીએ તેમ આપણે વૃક્ષોનો ખ્યાલ રાખીશું તેવું તેઓએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું.
આ પ્રસંગે જાંબુ, ઉંબરો, કરંજ, લીંબુ, પીપળો, જામફળ, દાડમ, અરડૂસી, લીંબળો આવા વિવિધ 300 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ તકે બગથળા ગામના સરપંચ કાંજીયા હરેશભાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાને હર હમેશ જ્યારે જરૂરિયાત ઉભી થાય ત્યારે તેઓ ઉત્સાહ ભેર ભાગ લઈને શાળાની માંગણીઓ પુરી પાડવા કટિબદ્ધ રહેતા એવાં સરપંચએ આ પ્રસંગે શાળાના મેદાનમાં પેવર બ્લોક નાખી આપવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બગથળા કુમાર તાલુકા શાળાના આચાર્ય દિનકરભાઈ મેવા અને શાળા સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.



