


મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી નજીકથી બોલરો ચોરી થયાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
મળતી વિગત મુજબ મોરબીના વાંકાનેર દરવાજા પાસે આવેલ ચૌહાણ શેરીમાં રહેતા આશિષ ભરતભાઈ મકવાણા એ પોતાની સફેદ કલરની બોલેરો ગાડી જીજે ૩૬ ટી ૨૬૪૯ વળી લઈને ગત તા.૨૮ ના રોજ મોરબીના સામાકાંઠે આવેલ વ્રજ એપાર્ટમેન્ટ નજીક ગયેલ હોય અને તે એપાર્ટમેન્ટના નજીકના ગ્રાઉન્ડમાં બોલેરો ગાડી પાર્ક કરી હોય જે કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ ગયાની ફરિયાદ આશિષએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

